ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘‘મહાત્મા ગાંધી’’ વિષય ઉપર રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધાનું આયોજન*
વિજેતાઓને રોકડ ઈનામો અપાશે : સ્પર્ધકોએ પોતાની કૃતિ તા.૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં મોકલવાની રહેશે. #મહાત્માગાંધીચિત્રસ્પર્ધા2021 તૃતીય નંબર:-૩૦૦૦ ઇનામ દ્વિતીય નંબર:-૫૦૦૦ ઇનામ પ્રથમ નંબર:- ૭૦૦૦ રૂ ઇનામ #આઝાદીકાઅમૃતમહોત્સવ #મહાત્માગાંધીવિષયરાજ્યકક્ષાનીઓનલાઇનચિત્રકલાસ્પર્ધાનુંઆયોજન આ ચિત્રકલા સ્પર્ધામાં ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરતા શાળાના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે ‘‘મહાત્મા ગાંધી’’ વિષય ઉપર પોતાની કૃતિ તૈયાર કરી નિયત ફોર્મમાં જરૂરી વિગતો ભરીને 11મી સપ્ટેમ્બર સવારે ૧૨.૦૦ કલાકથી તા. ૧૫મી સપ્ટેમ્બર-૨૦૨૧ના રાત્રે ૧૨.૦૦ કલાક સુધીમાં રો અથવા JPG ફોર્મેટમાં gslka.independence@gmail.com ઈ-મેઈલ એડ્રેસ પર ઓનલાઈન ફોર્મ તથા કૃતિ રજૂ કરવાની રહે સ્પર્ધક મહત્તમ એક કૃતિ સ્પર્ધા માટે રજૂ કરી શકશે. આ કૃતિઓનું ગૌરવ પુરસ્કૃત નિષ્ણાંત કલાકારો દ્વારા નિરિક્ષણ કરાવીને તેમાંથી ત્રણ વિજેતા કલાકારોની પસંદગી કરાશે.
No comments:
Post a Comment