જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા
ભારત વિકાસની ગાથા દિનપ્રતિદિન ચાલુ રહે એટલા માટે ભારત સરકાર દ્વારા વિશેષ પ્રતિભા ધરાવતા બાળકો માટે તેમના વિકાસ માટે પૂરતું વાતાવરણ મળે તે માટે જવાહર નવોદય વિદ્યાલય ની સ્થાપના કરવામાં આવી આ યોજના અંતર્ગત સમગ્ર દેશ કક્ષાએ તેની પસંદગીની પરીક્ષા લેવામાં આવે છે અને તેમાંથી પસંદ કરેલા વિશેષ પ્રતિભા વાળા બાળકોને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ આપવામાં આવે છે
દર વર્ષે પ્રવેશ પરીક્ષા ધોરણ પાંચ માં ભણતા બાળકો આપી શકે છે તેની અંદર ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર હોય છે જેમાં ત્રણ વિભાગ હોય છે પ્રથમ વિભાગમાં માનસિક યોગ્યતા ની પરીક્ષા હોય છે જેમાં ૪૦ પ્રશ્ન 50 ગુણ હોય છે એટલે કે એક પ્રશ્નનો 1.25 ગુણ હોય છે બીજો વિભાગ અંક ગણિત નો હોય છે જેમાં ૨૦ પ્રશ્નો હોય છે તેના 25 ગુણ હોય છે જેમાં પણ દરેક પ્રશ્નનો 1.25 ગુણ હોય છે તે જ રીતે ત્રીજો વિભાગ ભાષાનો હોય છે જેમાં ગુજરાતી ભાષાના ફકરા આપેલા હોય છે જેના આધારે અર્થગ્રહણની ક્ષમતાની ચકાસણી દ્વારા મૂલ્યાંકન થાય છે જેમાં ફકરા આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં ૨૦ પ્રશ્ન માટે 25 ગુણ રાખવામાં આવેલા છે જેમાં પણ એક પ્રશ્નના 1.25 ગુણ હોય છે
સમગ્ર કસોટી માટે બે કલાકનો સમય આપવામાં આવે છે આ કસોટીમાં નેગેટીવ માર્કીંગ રાખવામાં આવેલું નથી એટલે કે જો તમે ખોટો જવાબ આપો તો કોઈ માર્ક કપાતો નથી પણ તમે જેટલા સાચા જવાબ આપેલા હોય તેના જ ગણવામાં આવે છે પ્રત્યેક પ્રશ્નને ઉકેલવા માટે અંદાજે દોઢ મિનિટ લાગે છે એમ માની લેવામાં આવે છે માટે ઉમેદવારોએ એક જ પ્રશ્ન માટે વધારે સમય વેડફવો નહીં જો કોઈ પ્રશ્ન અઘરો લાગે તો તેનો ઉકેલ માટે સમય ન બગાડતા આગળના પ્રશ્ન પર ધ્યાન આપવું ત્યારબાદ તમામ પ્રશ્નો ઉકેલ્યા બાદ બાકી રહેલા પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરવો આમ કરવાથી સમયની બચત થાય છે સંપૂર્ણ પરીક્ષા નો સમય ગાળો કુલ બે કલાકનો હોય છે જેમો કોઈ વિરામ હોતો નથી ઉમેદવારો કુલ સમયને ગમે તે પ્રમાણે ગોઠવી શકે છે છતાં તેમણે ત્રણેય પરીક્ષાઓમાં એટલે કે વિભાગમાં અલગ અલગ રીતે પાસ થવું જરૂરી હોવાથી ફાળવવામાં આવેલ આ સમયને વળગી રહેવું જોઈએ
DATE 11-8-2021 ના રોજ નુ નવોદય પેપર નુ સોલ્યુશન Download
નવોદય પરીક્ષા વર્ષ 2019 નુ પ્રશ્ન પેપર Download
નવોદય પરીક્ષા વર્ષ 2019 નુ પ્રશ્ન પેપરનુ સોલ્યુશન Download
નવોદય પરીક્ષા માટે નમુનાની OMR SHEET DOWNLOAD
નવોદય પરીક્ષા વર્ષ 2020 નુ પ્રશ્ન પેપર DOWNLOAD
નવોદય પરીક્ષા નુ તમામ મટિરિયલ્સ Download
વિભાગ-1 માનસિક યોગ્યતા પરીક્ષા (કુલ ગુણ 50, કુલ પ્રશ્ન 40)
નવોદય વિદ્યાલય ની પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રમાં માનસિક યોગ્યતા પરીક્ષા વિભાગ માં કુલ ૪૦ પ્રશ્નો હોય છે આ તમામ પ્રશ્નો ફક્ત આકૃતિઓ ના જ હોય છે આ પરીક્ષાનો હેતુ ઉમેદવારની સુષુપ્ત દક્ષતા નો બુદ્ધિનો માપ કાઢવા નો હોય છે આ વિભાગ કુલ દશ ખંડોમાં વિભાજિત હોય છે દરેક ખંડમાં ચાર ચાર પ્રશ્નો હોય છે આ દરેક ખંડમાં જોઈએ તો અલગ અલગ પદ શોધો, આબેહૂબ આકૃતિ નક્કી કરો, આકૃતિ પૂર્ણ કરો , માલિકા પૂર્ણ કરો ,સમાન સંબંધિત શોધો , ભૌમિતિક રચના પૂર્ણ કરો , અરીસા મોની પ્રતિબિંબ શોધો , ગડી કરો અથવા ખોલો , અવકાશ કલ્પના કરો , છુપાયેલી આકૃતિ શોધો આ રીતે વિવિધ આકૃતિઓ દ્વારા વિદ્યાર્થીની બુદ્ધિ ક્ષમતા અને બુદ્ધિ આંક તપાસવામાં આવે છે
વિભાગ ૨ અંક ગણિત
આ વિભાગમાં કુલ કુલ ૨૦ પ્રશ્ન માટે 25 ગુણ રાખવામાં આવેલા છે આ ગણિતના વિભાગ માં પૂછાયેલા પ્રશ્નો નો ઉદ્દેશ ઉમેદવારની ગાણિતિક મૂળભૂત દક્ષતા અને કુશળતા ની સાથે સાથે તેનું વ્યવહારમાં ઉપયોજન ને તપાસવાનું પ્રાધાન્ય રાખવામાં આવેલું છે જેમો આ મુજબના ગાણિતિક મુદ્દાઓનો મૂલ્યાંકન કરવાનું રાખવામાં આવેલું છે જેવા કે સંખ્યાજ્ઞાન ,મૂળ પૂર્ણ સંખ્યા ની ચાર મૂળભૂત પ્રક્રિયાઓ ,તેવી જ રીતે અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પર ની ચાર મૂળભૂત પ્રક્રિયાઓ ,અવયવ અને ગુણક, ,દશાંશ અપૂર્ણાંક પરની મૂળભૂત ક્રિયાઓ વ્યવહારિક અપૂર્ણાંકનો દશાંશ અપૂર્ણાંક માં અને દશાંશ અપૂર્ણાંક નું વ્યવહારિક અપૂર્ણાંક માં રૂપાંતર, લંબાઈ, ક્ષેત્રફળ, પરિમિતિ ,સમય, ચલણ ,રાશિ નું માપન, અંતર, સમય અને ગતિ ,અંદાજીકરણ, સંખ્યાત્મક પદાવલી નું સાદુ રૂપ, ટકાવારી અને તેનો ઉપયોગ, નફો ખોટ ,સાદુ વ્યાજ ,પરિમિતી, ક્ષેત્રફળ અને ઘનફળ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે આ રીતે વિદ્યાર્થીની ગાણિતિક ક્ષમતા ચકાસવામાં આવે છે
વિભાગ ૩ ભાષા ગુજરાતી
આ વિભાગમાં કુલ ૨૦ પ્રશ્નો હોય છે જેના માટે ૨૫ ગુણ રાખવામાં આવેલા છે અને આ વિભાગમાં વિદ્યાર્થીની ભાષાકીય અર્થગ્રહણ ક્ષમતા ચકાસવાનુંરાખવામાં આવેલું હોય છે જેની અંદર વિદ્યાર્થી આ ફકરાને વાંચીનેતેને સમજીને તે મુજબના પૂછેલા પ્રશ્નોનો જવાબ આપે છે જેથી તેની અર્થગ્રહણ ક્ષમતા વાંચનનું આકલન કરવાની ક્ષમતાની ચકાસણી કરી શકાય આ માટે વારંવાર વાંચન કરવું ખૂબ જરૂરી છે
અરજી કેવી રીતે કરવી
જવાહર નવોદય વિદ્યાલય માટેની પાત્રતા નીચે પ્રમાણે છે
સર્વ ઉમેદવારો માટે પાંચમું ધોરણ પાસ કર્યા પછી છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ એક પરીક્ષા એટલે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપવી પડે છે આ પરીક્ષામાં સફળતા મેળવ્યા પછી ગુણના આધારે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવે છે
જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય નું અસ્તિત્વ હોય તે જિલ્લામાં ઉમેદવારને પ્રવેશ પાત્ર ગણાય છે
ઉમેદવારને જિલ્લામાં માન્યતાપ્રાપ્ત શાળામાં પાંચમા ધોરણમાં ભણતો હોય તે જ જિલ્લામાં પસંદગી પરીક્ષા મા તે બેસી શકે છે
પ્રવેશ મેળવનાર ઉમેદવારની ઉંમર તે વર્ષના મે મહિનામાં નવ વર્ષ કરતા ઓછી અથવા 13 વર્ષ કરતાં વધુ હોવી ન જોઈએ આ શરત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સહિત સર્વ ઉમેદવારોને લાગુ પડે છે
પ્રવેશ મેળવનાર ઉમેદવાર પ્રવેશ મેળવતા પહેલા ત્રણ વર્ષમાં અનુક્રમે ત્રીજું ચોથું અને પાંચમું ધોરણ શાસનમાં માન્ય શાળામાં પ્રત્યેક વખતે પૂર્ણ વર્ષ ભણીને ઉત્તીર્ણ થયેલો હોવો જોઈએ
ઉમેદવાર કોઈ પણ પરિસ્થિતિમાં બીજી વખત પરીક્ષામાં બેસી શકશે નહીં
ગ્રામીણ ઉમેદવારો માટે
પ્રત્યેક જિલ્લામાં લગભગ ૭૫ ટકા ગ્રામીણ ભાગના ઉમેદવારો ને આપવામાં આવે છે બાકી ની જગ્યા જિલ્લાના શહેરી વિભાગ માંથી ભરવામાં આવે છે વિશેષ પરિસ્થિતિમાં રક્ષિત જગ્યાના પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે ઇસ 2011ની જનગણના અનુસાર શહેરી અને ગ્રામીણ વિસ્તાર સમજવામાં આવે છે ઉમેદવારે ગ્રામીણ વિભાગમાંથી ત્રીજા ચોથા અથવા પાંચમા ધોરણ નું શિક્ષણ શાસન માન્ય શાળામાંથી તેમજ સર્વ શિક્ષા અભિયાન અથવા રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થા માં કર્યું હશે તો જ ગ્રામીણ જગ્યા માટે અરજી પર વિચાર કરવામાં આવશે
શહેરી ઉમેદવારો માટે
ઉમેદવારે ત્રીજા ચોથા અને પાંચમા ધોરણમાં થી એકાદ વર્ષ અથવા એક દિવસ જો શહેરી વિભાગ માં અધ્યયન કરેલું હશે શહેરી વિભાગ માંથી તે એકાદ ધોરણ ઉત્તર કરેલ હશે તો જ તેને શહેરી વિભાગ માં નો સમજવામાં આવે છે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા છોકરીઓ માટે અનામત જગ્યા
અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત જગ્યા ની વ્યવસ્થા હોય છે તેવી જ રીતે છોકરીઓ માટે અનામત જગ્યા ની વ્યવસ્થા હોય છે અન્ય કોઈપણ પછાત વર્ગીય માટે એટલે કે ઓબીસી માટે કે ભટકતી જનજાતિ માટે કે વિમુક્ત જાતિ માટે અનામત જગ્યા રાખવામાં આવતી નથી શારીરિક દ્રષ્ટિએ અપંગ બાળકો માટે અનામત જગ્યા ની વ્યવસ્થા હોય છે
પ્રવેશ અરજી પત્ર ક્યાં મળે છે
www.navodaya.gov.in આ વેબસાઈટ પરથી ઓનલાઇન પ્રવેશ પત્ર ભરી શકાય છે
પ્રવેશ અરજી પત્ર મોકલવાની વિધિ
www. navodaya.gov.in આ વેબસાઇટ ખોલી ને online પ્રવેશ અરજી પત્ર ભરી શકાય છે સંબંધિત કાગળ પત્ર અથવા ફોટો પણ ઓનલાઇન દ્વારા મોકલી શકાય છે પ્રત્યેક જવાહર નવોદય વિદ્યાલયમાં ઓનલાઇન અરજી કરવાની સગવડ કરવામાં આવશે આ વેબસાઈટ ઉપર જ તેનું અરજી પત્ર તેમજ વિવિધ માહિતી જેવી કે હોલ ટિકિટ પરીક્ષાની નોટિફિકેશન વગેરે આજ વેબસાઇટ ઉપરથી મળી જશે
પસંદગી પરીક્ષા નું પરિણામ
આ પરીક્ષાનું પરિણામ જવાહર નવોદય વિદ્યાલય જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલય, જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પુણે - ૨૯ કાર્યાલય તેમજ ઉપર ની વેબસાઈટ પરથી પણ જોઇ શકાશે પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ આ વેબસાઈટ ઉપર પાંચમા ધોરણમાં આવ્યા પછી વારંવાર તપાસતા રહેવું તેમજ પ્રવેશ પત્ર ભર્યા પછી પણ હોલ ટિકિટ માટે તેમજ પરિણામ માટે તે સિવાય અન્ય કોઈ પણ નોટિફિકેશન માટે વારંવાર આ વેબસાઈટ ઉપર તપાસતા રહેવું કારણ કે નવોદય વિદ્યાલય તરફથી પરીક્ષા બાબતે કોઈપણ પત્ર વ્યવહાર કરવામાં લગભગ આવતો નથી તેથી સમગ્ર જાણકારી માટે આ વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું જરૂરી છે.
No comments:
Post a Comment