નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના
National means cum merit scholarship scheme
દર વર્ષે સમગ્ર ભારતમાં અલગ-અલગ રાજ્યકક્ષાએ NMMS ની પરીક્ષા લેવામાં આવે છે જે અંતર્ગત બાળકોને સ્કોલરશિપ આપવામાં આવે છે નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક નો ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષણ મંત્રાલય દિલ્હી તરફથી અમલમાં મુકવામાં આવેલ છે જે ગુજરાતની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે જેની બધી માહિતિ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર બોર્ડ ગાંધીનગર ની વેબસાઇટ www.gsebexam.org પર છે.આ યોજનાની માટે શિષ્યવૃતિ માટે ના લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા આ પરીક્ષા યોજવામાં આવે છે
વિદ્યાર્થી ની લાયકાત
જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ આઠ માં સરકારી પ્રાથમિક શાળાઓ શાળાઓ જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા ની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષા આપી શકશે જનરલ કેટેગરીના તથા ઓ.બી.સી કેટેગરીના વિદ્યાર્થીઓ એ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવો જોઈએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ કે સમકક્ષ મેળવેલ હોવો જોઈએ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ વાલીની વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી વધુના હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે ખાનગી શાળાઓ ,પ્રાઇવેટ શાળા, કેન્દ્રીય વિદ્યાલય જવાહર ,નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્યની સરકારી સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળા ના વિદ્યાર્થીઓ આવેદનપત્ર ભરી શકશે નહી. આ પરીક્ષા આપવા માટે પરીક્ષા ફી દરેક કેટેગરીના વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે ચૂકવવાની હોય છે
NMMS ની જાહેરાત ,નોટીફીકેશન ૨૦૨૦ Download
NMMS માટે બૂક ડાઉનલોડ કરો.
NMMS Exam Question paper 2011 Download
NMMS Exam Question paper 2012
NMMS Exam Question paper 2013 Download
NMMS Exam Question paper 2014 Download
NMMS Exam Question paper 2015 Download
NMMS Exam Question paper 2016 Download
NMMS Exam Question paper 2017 Download
NMMS Exam Question paper 2018 Download
NMMS Exam Question paper 2019 Download
NMMS Exam Question paper 2021 Download
NMMS માટે પેપરની આન્સરકી ડાઉનલોડ કરો.
NMMS ANSWER KEY -2012 Download
NMMS ANSWER KEY -2013 Download
NMMS ANSWER KEY -2015 Download
NMMS ANSWER KEY -2016 Download
NMMS ANSWER KEY -2017 Download
NMMS ANSWER KEY -2018 Download
NMMS ANSWER KEY -2019 Download
NMMS ANSWER KEY -2021 Download
NMMS પરીક્ષા ની રૂપરેખા જોઈએ તો 180 ગુણનુ ના પ્રશ્નપત્ર આવે છે જેની અંદર 180 પ્રશ્નો હોય છે જેના માટે ત્રણ કલાક જેટલો સમય આપવામાં આવે છે એટલે કે એક પ્રશ્ન માટે એક મીનીટ આપવામાં આવે છે
આ પરીક્ષામાં બે વિભાગ હોય છે પ્રથમ વિભાગમાં બૌદ્ધિક યોગ્યતા કસોટીના પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક આર્થિક ગણતરી ના રહેશે આ પ્રશ્નોમાં સાદ્રશ્ય ,વર્ગીકરણ ,સંખ્યાત્મક શ્રેણી ,પેટન કૃતિની વગેરેનો સમાવેશ થાય છે જે ના પ્રશ્નો 90 રહેશે અને તેના 90 ગુણ છે અને તે માટેની મિનિટનો સમય મળશે
બીજો વિભાગ શૈક્ષણિક યોગ્યતા કસોટીના પ્રશ્નો માં ધોરણ 7 અને ધોરણ 8 ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષય નો સમાવેશ થશે જેમાં ધોરણ સાત , આઠના ગણિત વિજ્ઞાન અને સામાજિક ના બહુવિકલ્પ પ્રશ્નો પુછવામાં આવશે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે જ્યારે ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્ર નો અભ્યાસક્રમ રહેશે. પરીક્ષાનો માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમ નું પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ છે આ કસોટીના મૂલ્યાંકન માં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે તમે કોઈ ખોટો જવાબ આપો છો તો એના ગુણ કપાશે નહી પરંતુ આપ જે જવાબ આપેલા છે તેના સાચા જવાબ નું કુલ ટોટલ થશે
આ પરીક્ષામાં વિદ્યાર્થીને રાજ્યના મેરીટમાં આવવાથી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે જેની અંદર દર વર્ષે ૧૨ હજાર રૂપિયા મળવાપાત્ર છે એટલે કે દર વર્ષે બાળકને 12000, ધોરણ-૯માં 12000 ,ધોરણ 10માં 12000 ,ધોરણ 11માં 12000, ધોરણ 12 ની અંદર 12000 ,એટલે કે કુલ 48000 રૂપિયા મળવાપાત્ર થશે . આ શિષ્યવૃત્તિ જો વિદ્યાર્થી સરકારી શાળામાં કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે તો જ મળવાપાત્ર છે જો વિદ્યાર્થી ખાનગી પ્રાઇવેટ શાળામાં ધોરણ 9, 10, 11, 12 માં અભ્યાસ કરે તો આ શિષ્યવૃત્તિ મળતી નથી.
આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીએ ઓનલાઇન ભરેલ આવેદનપત્ર ની પ્રિન્ટ સાથે આ પ્રમાણેના આધારો પ્રમાણપત્રો જોડવાના રહેશે . ફી ભરવા નું ચલણ, આવકના દાખલાની પ્રમાણિત નકલ ,ધોરણ સાત ની માર્કશીટ ,જાતિ અંગેના પ્રમાણિત પ્રમાણપત્રની નકલ, વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની નકલ
દરેક વિદ્યાર્થી રાજ્ય પરિક્ષા બોર્ડની વેબસાઈટ www.gsebexam.org ઉપર ઓનલાઈન આવેદન પત્ર ભરીને શાળાએ ભરાયેલા તમામ online આવેદન પત્રો ઉપર આચાર્યના સહી-સિક્કા કરી જરૂરી આધારો અને પ્રમાણપત્રો સાથે સમય મર્યાદા માં આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી માં જમા કરાવવાના રહેશે
No comments:
Post a Comment